STORYMIRROR

Nimu Chauhan

Others

4  

Nimu Chauhan

Others

હકીકત

હકીકત

1 min
19.4K


સપનામાં આકાશ અંબાય,

પણ હકીકતમાં દૂર જ દેખાય છે,

અપેક્ષા હોય કનક સમ,

પણ અધુરપમાં સઘળુ ખપાય છે.


ભર્યા આંખોમાં આંસુઓ પણ,

અધરો જુઠ્ઠાણુ મલકાય છે,

જો હકીકત ઘાવની દેખાય,

જગ નમક ભભરાવતુ થાય છે.


પાથરણા સુવાળા પુષ્પ સરખા,

મુંજવણે મન વિચારે ખોવાય છે,

કંટક મધ્યે પુષ્પ મહેકે પણ,

હકીકતે શૂલ ફુલોને ભોકાય છે.


સફળતા સંગાથ સૌવ ચાલશે,

નિષ્ફળને જાકારો જ અપાય છે,

'સાંજ' દુનિયાની રીત અનોખી,

હકીકતે મતલબી સંબંધો રચાય છે.


Rate this content
Log in