હિમાલયનું સૌંદર્ય
હિમાલયનું સૌંદર્ય
1 min
222
વરસાદથી હર્ષ પામતું હૈયું,
વાદળના મિલનથી મોહી ગયુ.
વાદળોની ગહનતા સમજી તેણે,
વિચારો સાથે અતિ સ્નેહ છે એને.
વૈચારિક સાંત્વનાને નવી ગતિ મળી,
કુદરત પામતા નિર્મળતાની ભેટ મળી.
કુદરત સાથે સ્વની એકત્વતા પામી,
પ્રક્રુતિને ખોળે આજે નિરવતા માણી.
પ્રક્રુતિપ્રેમમાં લુપ્ત મિલીએ ફરી વાર,
હિમાલયના સૌંદર્યની પરિભાષા જાણી.
