હિમાલય
હિમાલય
1 min
617
આજે કંડારી લઉં આ ઉચ્ચ
શ્વેત શિખરને મુજ નયનમાં,
અડીખમ ઊભો ઝંઝાવાતો સામે
સૈનિક હિમાલય ધરાતલમાં,
શાન અમારા દેશની છે એ
એના સરીખું ના ભૂ મંડલમાં,
રાજ મુગટ એ માતૃભૂમિનું,
ખ્યાતિ અમર જગભરમાં,
અડગ ઊભો અમ રક્ષણ કાજે,
પણ શીતળ પ્રેમ હૃદયમાં,
એના ખોળે રમતી પ્રકૃતિ,
નિર્મળ નદીઓ વહે ઝરણમાં,
નિહાળી રહું નયનરમ્ય દ્રશ્યને
આશ મારી ઊંચા શિખરમાં.
