STORYMIRROR

Nisha Shah

Others

3  

Nisha Shah

Others

હે પ્રભુ !

હે પ્રભુ !

1 min
167

હે પ્રભુ ! તું તો કીડીને કણ

અને હાથીને મણ આપે છે,


તો આ ગરીબ વૃધ્ધ માટે શું

આ એક પાંઉનો ટુકડો જ છે ?


એનાં સિવાય કંઈ જ નથી ?

તારી લીલા નિરાલી જ છે,


જેનાં ભાગ્યમાં જે લખ્યું

તેને તે સમે તે જ પહોંચે !


શું પાંઉનો ટુકડો સોનાનો થશે ?

તારી શક્તિ અને એની ભક્તિ !


જોઈએ બેમાં કોણ જીતશે,

સુદામાને ક્યાં ખબર હતી કે

તાંદુલને બદલે તેં શું આપ્યું !


હા ! મને શ્રધ્ધા ને વિશ્વાસ છે

જરૂર આમાં તારી ચાલ છે !


તારી આપવાની રીત અનોખી છે,

જેને જે મળે સંતોષ રાખવો,

ખુશી ખુશી આનંદે સ્વીકારી લેવું.


Rate this content
Log in