Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rahul Desai

Others

0.4  

Rahul Desai

Others

હે કૃષ્ણ

હે કૃષ્ણ

1 min
242

વારે ઘડીયે રંગ બદલતી આ દુનિયામાં,

હે કૃષ્ણ ! મારે તારા રંગે રંગાવું છે હવે,

આ મતલબના સુર પર નચાવતી આ દુનિયામાં,

હે કૃષ્ણ ! મારે તારી મોરલીના સુરમાં ખોવાઉ છે હવે,

અનેક કિરદાર નિભાવી હું થાક્યો ઘણો,

હે કૃષ્ણ ! મારે તારી ગોપી બની રાસ રમવું છે હવે,

પળે પળે બદલાતી આ પ્રેમ શબ્દની વ્યાખ્યા,

કેવી છે આ દુનિયા ?

હે કૃષ્ણ ! મારે તો તારી રાધા બનીનેજ રેહવુ છે હવે,

ભટકયો તો છું હું મારા લક્ષ્યથી,

અને શોધું છું ખુદને આ દુનિયામાં,

હે કૃષ્ણ ! મારે તો તારો અર્જુન બનીને રહવું છે હવે. 

મિત્રતા તો માત્ર સ્વાર્થ માટે,

વપરાતી થઈ ગઈ છે આ દુનિયામાં,

હે કૃષ્ણ ! મારે તો તારો સુદામા થઈને રહેવું છે હવે,

શ્રદ્ધા અને ભક્તિ તો માત્ર,

દેખાડો બની રહી ગયો છે આ દુનિયામાં,

હે કૃષ્ણ ! મને તો તારી ભક્તિના સમુદ્રમાં તણાઈ જાઉં છે હવે,

હે કૃષ્ણ ! તારા શરણ મા આવું છે હવે.

Rate this content
Log in