STORYMIRROR

Rahul Desai

Others

4  

Rahul Desai

Others

હે કૃષ્ણ જન્મ લ્યો આજે

હે કૃષ્ણ જન્મ લ્યો આજે

1 min
749

હે કૃષ્ણ જન્મ લ્યો આજે,

ભયભીત થયેલા આ માનવને,

તમારી વાંસળીના સુરથી ભયમુક્ત કરો.


હે કૃષ્ણ જન્મ લ્યો આજે,

મનમાં ચાલતા કુરુક્ષેત્રથી લડવા,

સારથી બની માર્ગદર્શન કરો.


હે કૃષ્ણ જન્મ લ્યો આજે,

અનેક દ્રૌપદી છે આ સંસારમા,

જેમના ચીર પુરવાનું કાર્યભાર સ્વીકાર કરો.


હે કૃષ્ણ જન્મ લ્યો આજે,

આસ્થા અને શ્રદ્ધાનો,

દુરુપયોગ કરનારાઓનો સંહાર કરો.


હે કૃષ્ણ જન્મ લ્યો આજે,

સિંહાસનની હોડમાં ભાગતા,

યુવાનોને જ્ઞાનનો સાક્ષત્કાર કરાવો.


હે કૃષ્ણ જન્મ લ્યો આજે,

ગીતામાં આપેલું વચન,

આજે સિદ્ધ કરો.


Rate this content
Log in