હે કાન્હા
હે કાન્હા
1 min
375
હે કાન્હા,
કણકણમાં તારો
અંશ સમાયેલો છે,
દરેક આત્માસાથેનું
મિલન છે તારું.
સમગ્ર વિશ્વના
કણકણમાં તારા નામની
રસધારા વહે છે,
તારા જ
અંશની શક્તિ છે.
ના ! હું કંઈ તારી રાધા નથી,
કે નથી રુક્મણી, કે નથી
હું તારી મીરાં, છતાં
કાન્હા, તારા પ્રેમનો
મધુરસ પીવું છું.
તને સંપૂર્ણ પામવા
પૂર્ણતાની પેલે પાર,
તારા પ્રેમની પરાકાષ્ઠા
પામવા આલિંગનને
અનુભવું છું.
અણુઅણુમાં પરમાણું
સમો મારોતારો
નામ વગરનો,
અંતરમનમાં
તારો જ છે
અંશ છુપાયેલો પ્રભુ.
