STORYMIRROR

'Sagar' Ramolia

Others

3  

'Sagar' Ramolia

Others

હે, ગઝલ

હે, ગઝલ

1 min
384

હે, ગઝલ ! મને તારા જેવો બનાવી દે !

ઝાઝી નહિ, તો એકાદ ‘વાહ’ અપાવી દે !

 

કોઈનું ડોલે મન, તો મસ્તક કોઈનું ડોલે,

મુજમાં એવી હળવી લહેર વહાવી દે !

 

એવી મોહિની તારી, સૌ કોઈ ડૂબે એમાં,

બુંદ એમાંનું એકાદ, મુજમાં ટપકાવી દે !

 

કેમ આવી શકું તારા જાદુના તોલે ?

નાની પણ, જાદુઈ છડી પકડાવી દે !

 

‘સાગર’ છે નામ મારું, તોયે હું વામણો,

કોઈ નહિ તો મુજને મુજમાં સમાવી દે !


Rate this content
Log in