STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Drama

3  

Ramesh Patel (Aakashdeep)

Drama

હૈયાની હાટડી

હૈયાની હાટડી

1 min
239

મુઠ્ઠી જેવા હૈયાની હાટડી

માંડતી લાખેણા વેપાર,

ખીલે જો કળા સોળે સાહેબજી

ઝીલીએ ઝાઝા જુહાર,


વાલીડા ભલે વર્ષો  થોડું થોડું

જાશું રે ભીંજાઈ રોમરોમ,

ધરા જેવાં જ હેતડાં ઉછાળી

માણશું વરસાદની સોઢમ,


આભે ભર્યાં રે મનડાં અમારાં

ઝગમગતો રૂડો આ સંસાર,

નહીં રે જડે જોડ તારી માવલડી

ખોળતો ખોળો રમવા દાતાર,


વીણા હરખની હૈયે રે મઢશું

લાખેણું લાડલું અંતર,

સાગરસા દિલડાની વાતો ન્યારી

નિતનિત વગાડતું જંતર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama