Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Fantasy Inspirational

3  

Kaushik Dave

Fantasy Inspirational

હાટકેશ્વર મહાદેવ

હાટકેશ્વર મહાદેવ

1 min
186


સૂડી સોપારી અને હિંચકો, નાગરોની છે આદત

પાન ખાય નાગરવેલનાં, મોઢું થાય લાલમલાલમ


એવા નાગરોના ઈષ્ટદેવ, આજે હાટકેશ્વર જયંતિ

હરહર મહાદેવના ગગનભેદી નાદ સાથે,ઉજવે હાટકેશ જયંતિ


ઠેરઠેર ઠેકાણે નીકળે છે હાટકેશ્વર શોભાયાત્રા

પાતાળે બિરાજમાન એવા, વડનગરના હાટકેશ્વર દાદા


કલમ કડછી અને બરછી છે નાગરના એ સિમ્બોલ

દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરતા, આશીર્વાદ પામતા નાગર


સંગીત ક્ષેત્રે તાનારીરી, પાટણના અવિનાશ વ્યાસ

ના ભૂલાય દિલીપ ધોળકિયાજીને, અમુલ્ય છે ફાળો


નાટ્ય ભૂમિ પર નજર કરતાં દીઠાં નાગર કલાકારો

કેટ કેટલાના નામ ગણાવું, નામ છે ઘણા અગણ્ય


લેખન કળામાં ઘણા સર્જંક, એમાં છે સરસ્વતીચંદ્ર સર્જંક

નરસિંહ મહેતાને કેમ ભૂલાય, ભગત નાગર નંદજીના લાલ 


અટકો અમારી વિવિધતા ધરાવતી, કહે તો ના લાગે કંઈ ખોટું

માંકડ, મચ્છર, મંકોડી અને અમે છીએ ઘોડા અને હાથી 


લોકોની ધારણાઓ છે ખોટી, એટલે કરતા ઘણી ટીકાઓ 

વિષને પણ પી જનારા એવા હાટકેશ્વરના અમે સંતાનો


નાગરનો અર્થ ના જાણનાર કરે જુદી જુદી વાતો

નગર નગરે વસતા એવા વિસવગરના ભારતભરમાં નાગરો 


મહાકાલ છે વ્યોમકેશ, શિવશંકરના પ્રિય નાગરો

સ્કંદપુરાણમાં આવે છે એક,વડનગરનો નાગરખંડ


કુળદેવી અમારી અંબાજી, માતાના વ્હાલા નાગરો

સરસ્વતીના ઉપાસકો અને ગાયત્રી ઉપાસક નાગરો


હાથ જોડીને વંદના કરીએ, બોલીએ જય જય હાટકેશ્વર

બોલીએ અમે જય જય હાટકેશ્વર


Rate this content
Log in