હાથીભાઈ
હાથીભાઈ
હઠ્ઠો ગઠ્ઠો હાથી !
એને તો બસ ખાઉં ખાઉં ,સૌ કોઈનો સાથી !
હઠ્ઠો ગઠ્ઠો હાથી ....
લાંબી સૂંઢ ઝુલાવી નદીએ જઈને ન્હાય...
કેળાં હોય કે કેરી,બધું'ય લપ્ લપ્ ખાય !
આખ્ખો દહાડો આપો તો'ય ના ધરાય..
એક મારે પાટું તો દૂર ઉડીને પડી જવાય..
વ્હાલો ,મારો એ તો પાક્કો સંગાથી !
હઠ્ઠો ગઠ્ઠો હાથી !
જંગલ જંગલ ગજવી મુકે ,કરે દોટમ દોટ્ !
કાળાં જુતાં , ટાઈ અને પહેરે રંગીન બુસ્કોટ !
ખાવું , ગાવું મિત્રો સાથે કરે આનંદનો વિસ્ફોટ .
ધિંગામસ્તી કરવાનું કુદરત પાસે કેવું આ રીમોટ ?
શેરડીનાં સાંઠા લઈલે ખેતર માંથી -
હઠ્ઠો ગઠ્ઠો હાથી !
