STORYMIRROR

Heena Pandya (ખુશી)

Others

4  

Heena Pandya (ખુશી)

Others

હાથ મારા કાળા કરું

હાથ મારા કાળા કરું

1 min
262

તું કહે તો હાથ મારા લે હવે કાળા કરું.

ચાકરીમાં સાફ એવા હું નદી નાળા કરું.


નામ લેતાં આ જમાને ડર રહેતો જ્યાં હતો,

આજ ખુલ્લે આમ તારા નામની માળા કરું.


મેં છુપો આ વેશ લીધો છે ધરી જો'ને હવે,

શોધવા તારા નગરને કેટલાં ચાળા કરું.


આ નગરનાં દ્વારની જો બાંધણી જોવા પછી,

હું સફરમાં ચાલવાનું સ્હેજ પગપાળા કરું.


જો જવાનું થાય ઘરથી કાયમી 'તો નીકળી,

બારણે મારાં પછી તો હર વખત તાળા કરું.


હોય ખરબચડા મને તો ચાલશે આ હાથ પણ,

હું કમાઈ હાથ તારા ચાલ સુંવાળા કરું.


મુજ મહીં ઘોળી નરી ભરતો "ખુશી" કાળાશને,

તુજ હૃદયમાં ઝગમગીને આજ અજવાળા કરું.


Rate this content
Log in