હાર
હાર




લાગ હોય છે જ્યાં લાગણીનો,
સંયમની ત્યાં હાર થાય છે,
મિજાજ હોય છે સુખી વિચારનો,
રચનાની ત્યાં હાર થાય છે
જ્યાં સમય હોય છે વિશ્વાસનો,
ત્યાં નસીબની હાર થાય છે
ડર હોય છે જીવનની હારનો,
ત્યાં મનખા દેહની હાર થાય છે
જંગ જામે છે શબ્દોનો અઢળક,
ગહનતાની હાર ત્યાં થાય છે,
લાગ હોય છે જ્યાં લાગણીનો,
સંયમની ત્યાં હાર થાય છે.