હાલને જગ ઘૂમવા
હાલને જગ ઘૂમવા
1 min
223
હાલને ભેરૂ જગ ઘૂમવા,
રૂમઝુમ જગ ઘૂમવા..!
નદી, પર્વત, ઝરણાં જોઈશું,
પક્ષીના કલરવ સાંભળીશું..!
આંબા ડાળે ઝૂલા ઝૂલશું,
પશુ પર સવારી કરશું..!
વાદળોની સહેલગાહે જઈશું,
આસમાન- જમીનનાં ભેદ પારખશું..!
જાતજાતનાં ભોજનીયા ચાખશું,
નવી જગ્યાનાં પહેરવેશ પહેરશું..!
કુદરતનાં ખોળે ગીતડાં ગાઈશું,
નવા નવા અનુભવો લઈશું...!
હાલને ભેરૂ જગ ઘૂમવા જઈશું,
નવાનક્કોર થઈ પાછા ફરશું...!
