STORYMIRROR

BINAL PATEL

Others

4  

BINAL PATEL

Others

હા, હું માંગુ છું

હા, હું માંગુ છું

1 min
397

જીતવાનો નહિ પણ,

બાજી રમવાનો હક માંગુ છું,

તમારો નહિ પરંતુ મારો,

ખુદનો થોડો હક માંગુ છું.


દિવાળી તમે ઘણી જોઈ છે વડીલો,

બસ આજે ખુદની જિંદગીમાં,

મારો ખુદનો એક દીવડો માંગુ છું.


સમજાવ્યું છે તમે ઘણું બધું,

સંસ્કારોની એ શીખ પણ યાદ છે,

બસ, મારી ખુદની એક,

અલગ પહેચાન માંગુ છું.


જિંદગીમાં શું કરવું, શું ના કરવું,

શું સાચું ને શું ખોટું,

બધું જ સમજવા માટે,

થોડો સમય માંગુ છું.


તમારા આદર્શ અને સલાહ,

હંમેશા સર-આંખો પર,

બસ, મારા ભાવિને બનાવવા,

ખુદના અસ્તિત્વને ઉજાગર કરવા,

મારા જ હકનો થોડો હિસ્સો માંગુ છું.


Rate this content
Log in