ગુરુ
ગુરુ
1 min
239
જન્મ આપે માતા પિતા પણ જીવન જીવતા શીખવાડે ગુરુ...
મૃત્યુ તો નક્કી છે સૌનું પણ મોત સુધારતા શીખવાડે ગુરુ...
કમાઈ તો સૌ જાણે પણ સારા કર્મો કમાતા શીખવાડે ગુરુ...
અવિરત તો સૌ ચાલે પણ સાચી રાહ દેખાડે ગુરુ...
પુસ્તકિયું જ્ઞાન તો શાળા એ પણ મળે ...જીવન જીવવાની કળા શીખવાડે ગુરુ....
શરીર શુધ્ધ રોજ કરીએ ભલે પણ મનનું શુધ્ધિકરણ કરાવે ગુરુ...
દરેકના જીવનમાં એક નિશ્ચિત સમયે કોઈ પણ કિરદારે પધારે એ છે ગુરુ.
