ગુજરાતી ભાષા
ગુજરાતી ભાષા
1 min
259
સાચી લાગણીને એકબીજાના હ્રદય સુધી પહોચડાવનું,
માધ્યમ એટલે મારી ગુજરાતી ભાષા,
સન્માનથી ભરપૂર એવી મારી ગુજરાતી ભાષા,
કહી એ કંઈક અને સમજાય ઘણું એ મારી ગુજરાતી ભાષા,
ક્યાંક અલ્પવિરામ ક્યાંક પૂર્ણવિરામ,
તો પણ લાગે સંપૂર્ણ એવી મારી ગુજરાતી ભાષા,
આપે આવકારે ને આપે જાકારો
તો પણ લાગે મીઠી એવી મારી ગુજરાતી ભાષા,
"કેમ છો" પૂછી ને "બસ શાંતિ છે"થી લઈને
કલાક કાઢી નાખે એવી મારી ગુજરાતી ભાષા,
ભૂ થી લઈ ને પાણી સુધીની મારી,
યાદગાર સફર એટલે મારી ગુજરાતી ભાષા.
