ગુજરાત અફલાતૂન છે
ગુજરાત અફલાતૂન છે


ગુજરાત અફલાતૂન છે,
ગુજરાતી અફલાતૂન છે. ટેક૦
નેહતણાં જ્યાં નેણલાં દૂઝે,
સુખ-સમૃદ્ધિ સદાય રીઝે,
એવાં એનાં શુકુન છે,
ગુજરાત અફલાતૂન છે;
ગુજરાતી અફલાતૂન છે.....
બુદ્ધિધન એનો ખોળો ખૂંદે,
મહેનત એની બુંદે બુંદે,
એવી દેશદાઝનું ઝનૂન છે,
ગુજરાત અફલાતૂન છે,
ગુજરાતી અફલાતૂન છે.....
વિશ્વ પ્રવાસી છે ગુજરાતી,
શાંત સ્વભાવી છે ગુજરાતી,
વેપાર વણજ એનો ગુણ છે,
ગુજરાત અફલાતૂન છે;
ગુજરાતી અફલાતૂન છે.....
કોઈનું એ તો ક્યારેય નઝૂંટે,
પાણી ઉલેચે - પૈસો ફૂટે,
ધર્મ ધ્યાને નંબર વન છે;
ગુજરાત અફલાતૂન છે,
ગુજરાતી અફલાતૂન છે....
વિશ્વ વિજયના પંથે ચાલે,
ગગને વિહરે જરૂર કાલે,
સપનાં એનાં સંગીન છે;
ગુજરાત અફલાતૂન છે,
ગુજરાતી અફલાતૂન છે. .....
વિજય તિલક કર્યું છે ભાલે,
નિશાન તાકે દુશ્મનગાલે,
નસ નસ ખૂન્નસ ખૂન છે;
ગુજરાત અફલાતૂન છે,
ગુજરાતી અફલાતૂન છે.....
બનાસવાસી - અમદાવાદી,
સુરતી -કચ્છી કે કાઠી,
એનો જન જન બેનમૂન છે;
ગુજરાત અફલાતૂન છે,
ગુજરાતી અફલાતૂન છે.
છે ભરતખંડની પૂણ્યભૂમિ આ,
વીર-વિરાંગના શૌર્યભૂમિ આ,
એનેકોટિ કોટિ વંદન છે:
ગુજરાત અફલાતૂન છે,
ગુજરાતી અફલાતૂન છે.