STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Others

3  

Ramesh Patel (Aakashdeep)

Others

ગ્રીષ્મ

ગ્રીષ્મ

1 min
29

ગ્રીષ્મ.….

છંદસ્ત્રગ્ધરા


ગ્રીષ્મ ગ્રીષ્મ ધખંતોબળ બળ જ થતોધોમ ને ભોમ રોળે

વૈશાખી   વાયરાઓવહંત  અનલસા ,  શેકતા  ગાત્ર  ગાળે

સૂકા  ભેંકાર  ખેતો,   સરવર  પટતો ખાય  ચાડી   વગાડી

ભૂલી  માર્ગો  તરસ્યા,  વનચર  રખડે,  શોધતા પંક   ક્યારી

 

આકાશેથી  વછૂટે,  કિરણ  જ   રવિનાં તીવ્રતો   ખંજરોસાં

ત્યાં ખીલે એ ખુમારી,  પથ પથ લહરે,  લીમડા શાત દેતા

ઝીલી આ તાપ રંગેખુશ ગુલમહરો,  ઝૂમતા  ગાય ગાથા

આવો ગાવો પક્ષીઓ,  હરખ ઉર મહીં,  ઝૂલજો છે પરીક્ષા

 

પુણ્યથી ધન્ય બાપો,  પરહિત વગડે,  ઘૂમતો આશ સાથે

ને  પ્રાથે  એ તપો રેગગન  ઉભરશે,  વાદળો ગાજશે રે

પાકી  ઝૂમે  જ  જોને,  મધુરસ  ભર રેરાયજાદા જ કેરી

બોલાવે  લોકમાતાઋતુ ફળ ધરવાછે  ભરી  વેલડીઓ

 

છે શક્તિ ધન્ય તારીધખ ધખ રવિનાં,  ઝીલતાં તેજ તીખાં

સંતાયે સૌ  જ  છાંયે,  તન જ તપવતો,  ખેતરો જાય  ખેડી

રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in