STORYMIRROR

Chirag Padhya

Others

3  

Chirag Padhya

Others

ગરબો

ગરબો

1 min
26.9K


મા અંબે મા મા અંબે માં તારા મંદિરિયે રે,

મા જ્યોત જગાવી મેં માડી તું આવને રે દર્શન દે મુજને

તારા મંદિરિયે...


મા અંબે મા મા અંબે મા રાતલડી જામી રે,

ગરબે ઘુમતી, પૂનમનો ચાંદલો ચમકે આકાશે,

તારા મંદિરિયે...


તમે ના આવીયા નીરખી વાટ રે,

શોધે આંખલડી બની ઉદાસ રે,

તારા મંદિરિયે...


હે જોઈ બેઠા તારી વાટ રે તારા મંદિરિયે રે

જ્યોત જગાવી મેં મા અંબે મા મા અંબે મા,

તારા મંદિરિયે...


ગરબે ઘૂમતા રે ચાચર ચોકે રે,

માત બિરાજે ગબ્બરના ગોખે રે,

તારા મંદિરિયે...


આશ અમને તમ દર્શનની,

પ્રેમે માડી કરીયે પ્રણામ રે,

તારા મંદિરિયે...


હે મા તું આવ અમ આંગણે,

તારા મંદિરિયે રે જ્યોત જગાવી મેં,

તારા મંદિરિયે...


મા અંબે મા મા અંબે મા શીશ ઝુકાવી માનાં દ્વારે,

ભક્તિ અમારી કરજે સ્વીકાર રે,

તારા મંદિરિયે...


તારા વિના મુને કાંઈ ના સૂઝતું,

આરતી ટાણે વહેલા રે આવો,

તારા મંદિરિયે...


હે મન મંદિરમાં કરો વાસ રે,

તારા મંદિરિયે રે જ્યોત જગાવી મેં.

તારા મંદિરિયે...


Rate this content
Log in