STORYMIRROR

Jignesh christi

Others

3  

Jignesh christi

Others

ગોઠડી

ગોઠડી

1 min
178

મને એની સાથે થયેલ એ મીઠી ગોઠડી યાદ આવે છે,

વર્ષો પહેલાની મારી મને એ જિંદગી યાદ આવે છે,


કરી હતી કંઈ કેટલીય એની સાથે મીઠી ગોઠડી,

એ જાણે ગઈકાલની હોય તેમ હજી યાદ આવે છે,


વિચારું કે હવે તો એ બધી બાબતોને યાદ ના કરું,

છતાં પણ જોને એ અંતરમાં ભીતરથી યાદ આવે છે,


અને સામેથી પૂછે છે કે આટલી બધી છે યાદ કોની ?

હવે એ કહું હું કેમનો કે મને આપની યાદ આવે છે,


ખ઼ુદા જેમ જ નામ તો એનું અમે લીધું હતું "સંગત"

હવે એની અમે જે કરતા 'તા એ બંદગી યાદ આવે છે.


Rate this content
Log in