ગોકુળમાં કાનો
ગોકુળમાં કાનો

1 min

61
ગોકુળમાં કાનો આવ્યો રે,
એ તો દ્વારકાનો નાથ કહેવાનો જી રે..
જશોદા માવલડી જોવે કાનાની વાટડી રે..
હે ..જી.. મારા કાનાની આવવાની વધામણી રે,
હું તો વાટુ રે જોવું જમુના કાંઠે રે,
હે.. મુજને લાગે છે કાના આવવાના એંધાણા જી રે,
હા રે સખી વાંસળી સૂર મીઠા લાગે..
આજ મારું હૈયું હરખાઈ જાય રે,
મારો કાનો ને કાને કુંડળ શોભતા રે,
માખણનાં ચોરના વધામણાં ગોકુળ ગામ જી રે,
મન મોહન કાનજી માયા લગાડી ગયો મુજને રે,
રાધાનો શ્યામ મારા ચિતડાનો ચોર છે,
કાનો ગોકુળ આવ્યો રે.