ગમતું નથી
ગમતું નથી

1 min

427
આ ઘડપણ મને ગમતું નથી,
બિચારા લાચાર નથી પણ,
શરીર સાથ આપતું નથી,
હાથ પગ ચાલતા નથી,
ને મન દોડતા થાકતું નથી,
વિતેલા દિવસોનું સંસ્મરણો સાથે,
ખુણામાં બેસવું ગમતું નથી,
આંખોમાં નીર ખુંટતા નથી,
યાદોના પોટલા છૂટતાં નથી,
છંયાછોકરામાં મારી છબી,
મોઢું મલકાતું ગયેલા દિવસોની યાદ આવતા,
લીલી છંમ સુખની વાડી પણ,
આ ઘડપણનું દખ ગમતું નથી,
હજુ મળે સમય તો જીવી લઉ ફરી,
આ ઘડપણનું દુખ ગમતું નથી.