STORYMIRROR

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

ગઝલ

ગઝલ

1 min
28K


ઝળુંબ્યું છે મારી પર આખું આભલું રે ,

સજન ઝીલી ઝીલીને ઝીલું હું કેટલું રે .

ખોબો છે મારો નાનકડી નાવ સરીખો ,

દરિયો છે સામે કેવું ભયાનક ઘુઘવતો ,

છુપાઇ છુપાઇને છુપાઉ પણ કેટલું રે ,

સજન ઝીલી ઝીલીને ઝીલું હું કેટલું રે .

મન તો થાય છે કે બધું ખોળામાં ઝીલું ,

વસમી વેદનાઓ થોડી થોડી આઘી ઠેલું ,

બધું ઠેલી ઠેલીને ઠેલું હું કેટલું રે ,

સજન ઝીલી ઝીલીને ઝીલું હું કેટલું રે .

સપનાઓનો ભંગાર પડ્યો છે વેરવિખેર ,

એ ટૂકડા પતંગિયા બની ઊડે ચારેકોર ,

એને વિણી વિણીને વિણું હું કેટલું રે ,

સજન ઝીલી ઝીલીને ઝીલું હું કેટલું રે .

યાદોની વણઝાર આળોટે છે રણ મહીં ,

તરસી આંખો ડૂબે પ્રતિક્ષાની ડગર મહીં ,

એ બધું ખેંચી ખેંચીને ખેચું હું કેટલું રે ,

સજન ઝીલી ઝીલીને ઝીલું હું કેટલું રે ,

મૌન તણા પડઘા 'જશ' થયા બધીર ,

સાંભળવાને મીઠા ટહૂકા બન્યા અધીર ,

હવે બોલી બોલીને બોલું હું કેટલું રે ,

સજન ઝીલી ઝીલીને ઝીલું હું કેટલું રે .

ઝળુંબ્યું છે મારી પર આખું આભલું રે ,

સજન ઝીલી ઝીલીને ઝીલું હું કેટલું રે .


Rate this content
Log in