ગઝલ
ગઝલ
1 min
139
લખાય છે જયારે તારા નામની એક ગઝલ,
વહે છે ત્યારે લાગણીઓ સમી એક ગઝલ,
દિલમાંથી ઉતરે કોઈ કે દિલમાં ઉતરે જ્યારે,
ત્યારે લખાય જાય તેમના માટે એક ગઝલ,
શબ્દો બહાના બને, આંખો મળવા લાગે છે,
હૈયે હયું દળાય છે ત્યારે લખાય એક ગઝલ,
ક્યારેક તું મૌન રહે, તો ક્યારેક મારી કલમ,
ત્યારે વાત વાતમાં જ રચાય છે એક ગઝલ,
કંઈ કેટલીય મથામણ થાય છે મનમાં જ્યારે,
ત્યારે અનાયાસે જ બની જાય છે એક ગઝલ.
