ગઝલ
ગઝલ
1 min
558
ભીતરે ભીનાશ છે,
કોળવાની આશ છે,
ભરઉનાળે હાશ છે,
વાટકીમાં છાશ છે,
યાદ પેટાવી છે મેં,
રાતે પણ અજવાશ છે,
પાંદડા સૂકાં ખર્યાં,
મૂળિયે લીલાશ છે,
મીઠો “મા” નો રોટલો,
હેતની મીઠાશ છે,
આરસી શાને ઘસો ?
ખોળિયે કાળાશ છે,
દીકરી આવી પિયર,
બાપને હળવાશ છે,
જીત ક્યાં છે હાથમાં,
હાથમાં બસ તાશ છે,
તું નથી જો સાથમાં,
બસ બધે અવકાશ છે.
