STORYMIRROR

'Sagar' Ramolia

Others

4  

'Sagar' Ramolia

Others

ગજબનું આ વરસ આવ્યું

ગજબનું આ વરસ આવ્યું

1 min
186

ખુશી સાથે ગમો લાવ્યું, ગજબનું આ વરસ આવ્યું,

જરા નિષ્ફળ જરા ફાવ્યું, ગજબનું આ વરસ આવ્યું,


કદી' જાલિમ બની આવ્યું, પરેશાની ધરી દીધી,

કદી' જીવનને સોહાવ્યું, ગજબનું આ વરસ આવ્યું,


ઘણાં એમાં ડરી ભાગ્યાં, ઘણાં ઘરમાં જઈ બેઠાં,

ઘણાંએ એને અજમાવ્યું, ગજબનું આ વરસ આવ્યું,


સુધાર્યા શીખવી પાઠો, ને કો'ને મૂંઝવી દીધા,

મગજ કોઈનું દંડાવ્યું, ગજબનું આ વરસ આવ્યું,


કદી' 'સાગર' બધાં કષ્ટોય ભૂલી વીરલાઓએ,

વરસને ખૂબ દીપાવ્યું, ગજબનું આ વરસ આવ્યું,


Rate this content
Log in