Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Others

3  

Dilip Ghaswala

Others

ગીત વરસાદી

ગીત વરસાદી

1 min
202

ઊઠી આવ્યાં જુઓ ઝીણી વાંછટના લીલેરા સોળ;

ષોડસી કન્યા નાહી આજ પ્રથમ વર્ષામાં માથાબોળ,

આળસ મરડીને કન્યા એ કર્યો પીયુને ભીનો સાદ;

ને પછી મન મૂકીને વરસ્યો ભીનપવર્ણો વરસાદ,

શરમની મારી એ થઈ ગઈ પાણી પાણી ને રાતીચોળ;

ષોડસી કન્યા નાહી આજ પ્રથમ વર્ષામાં માથાબોળ.

ભેજલ રાત્રીના મેઘલ અંધકારે ઉજમાતી આ ભીંત;

રગરગમાં રણઝણે મેઘ મલ્હારના માદક આ ગીત.

છમછમ કરતી છમ્મક છલ્લોએ ઉછાળી છમ્મક છોળ;

ષોડસી કન્યા નાહી આજ પ્રથમ વર્ષામાં માથાબોળ.

Rate this content
Log in