ગીત મને મળવા આતુર
ગીત મને મળવા આતુર
1 min
231
જ્યારથી બનાવ્યું આ ગીત
ગીત મને સામેથી મળવા આતુર,
ગીતને થઈ ચિંતા કોણ એનો તાત !
નામ ઓળખાણ ન મળે તો એ અનાથ !
માનો ન માનો પણ ગીત છે મારું ગુલાબી
રૂપનો અંબાર જાણે છીપલામાંનું મોતી !
સૂણો ન સૂણો પણ ગીત છે મારું સૂરીલું
થોડું થોડું મોજીલું થોડું થોડું રસીલું !
ગીત મારું રમુજી ને વળી રહસ્યમય
ગીત છે સુંદર નટખટ ને મસ્તીમય.
રાગ એનો ધીર ગંભીર જાણે શાંત સાગર
અર્થ એનો ગીતાનો સાર ચાહકો અપાર,
ગીત મારું રૂમઝુમ કરતું ઘરે ઘરે ગુંજતું
શોધે છે ગીતકારને, ગીત મને સામેથી મળવા આતુર.
