STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Others

4  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Others

ઘૂઘવતો સાગર

ઘૂઘવતો સાગર

1 min
242

આ તો ઘૂઘવતો સાગર, 

લાંબો લાંબો કિનારે ને,

વિશાળ મોટી એની છે કાય. 


ચારે બાજુ દૂર દૂર નજર નાખતા,

ક્યાંય જમીન ના દેખાય,

નાનાં નાનાં ઝરણાં ને સરિતાના પાણી,

પોતામાં સમાવે છે સાગર, 

આ તો ઘૂઘવતો સાગર. 


મોટા મોટા મગરમચ્છ ને,

મોટી મોટી માછલીઓ ને સાચવે, 

નાના નાનાં કરચલા ને,

કેકડા જેવા જીવ જંતુ ને પણ સાચવે, 

શંખચક, કોડીને છીપલા,

તાણી લાવે કિનારે સાગર, 

આ તો ઘૂઘવતો સાગર. 


મોટા મોટા જહાજ ને સ્ટીમર,

લઇ સાગરખેડુ મહિનાને વર્ષો પાણીમાં રહે,

નાનાં નાનાં ખારવાને નાવિકો,

હોડીઓ હંકારતા ફરતા રહે,

ખારા ખારા પાણીના ફીણ જેવા,

મોજા ઉછાળતો આ સાગર, 

આ તો ઘૂઘવતો સાગર. 


ઊંચા ઊંચા નારિયેળીના વૃક્ષો,

કેવા શોભે કિનારે કિનારે,

નાનાં ઝાડપાન ને વેલીઓ,

કેવી લચી પડતી મિનારે મિનારે, 

ગરમીમાં હવા ખાવા માટે,

માનવમહેરામણથી ઉભરાતો સાગર. 

આ તો ઘૂઘવતો સાગર. 


Rate this content
Log in