STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Others

3  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Others

ઘુઘરિયાળા ઝાંઝર

ઘુઘરિયાળા ઝાંઝર

1 min
328

ઝાંઝર રણઝણ રણઝણ વાગે,

ગરબામાં ઝળહળ જ્યોત જાગે.


ઘુઘરિયાળા ઝાંઝર પે'રી,

નારી ઠુમક ઠુમક ચાલે,

સોળે શણગાર સજી,

ગરબામાં ગરબે ઘૂમતી મ્હાલે.


પરથમ સમરીયે ગણેશ દુંદાળા,

ને સાથે રિદ્ધિ સિદ્ધ,

પ્રગટ્યા ગબબરે મા અંબાજી,

ને ઉજ્જેયને હાજરાહજૂર હરસિદ્ધ.


માતાજીના મંદિરિયામાં અખન્ડ જ્યોત,

ઝળહળ ઝળહળ જાગે,

નવે દિવસ એકટાણા કરી ભક્તો,

શક્તિની આરાધના કરવા માંગે.


ગઢકાંગરે બેઠી મા મેલડી,

ને ગઢ ચોટીલે મા તું ચામુંડા,

કોયલા ડુંગરે મા વહાણવટી ને,

પાવાગઢે મા તું મહાકાલીકા.


ગરવી ગુજરાતની નવલી નવરાત્રી,

આખુ વિશ્વ જાણે છે,

રાસ-ગરબાની રમઝટ રમઝટ,

ગુર્જર નર-નારી મનભરી માણે.



Rate this content
Log in