ઘર
ઘર
1 min
186
બે દિલ જ્યાં એક થયાં,
ત્યાં સ્વર્ગ સમું ઘર રચાઈ ગયું,
એક વત્તા એકના સરવાળે,
ત્રણનું ગણિત મંડાઈ ગયું.
અચાનક એવી આંધી આવી કે,
ઘર બે ભાગમાં વહેંચાઈ ગયું,
ભવોભવના સાથની વાત પર
જાણે પૂર્ણવિરામ મૂકાઈ ગયું.
પ્રેમ પરિમલથી મઘમઘતું,
ઘર નફરતથી ભરાઈ ગયું,
જ્યાં મળવો જોઈએ હાશકારો,
ત્યાં જ મન અકળાઈ ગયું.
'હોમ સ્વીટ હોમ'નું પાટીયું
સ્વાર્થની ધૂળે ખરડાઈ ગયું.
