ઘર
ઘર
1 min
510
દુનિયા આખી ફરી વળો પણ દુનિયાનો છેડો ઘર,
આમ ફરો કે તેમ ફરો પણ ઘરનો આનંદ અલગ.
માટી પથ્થર ચૂનાથી મંડાયું નથી આ ઘર,
સપનાઓની મુરત છે આ, મેહનતનું ચણતર.
સવારનો સૂરજ જ્યાં મલકે, સોનેરી કિરણો ફેલાવી,
આંગણું આખું ચહેકી ઉઠે, પંખીઓના કલરવથી.
આંખ ખુલે ને આસપાસમાં પોતીકાની કલબલ,
કુટુંબ આખું કિલ્લોલ કરે ને દિવસ વીતે શુભ મંગલ.
આખો દિવસ ભલે ને બાહર, સાંજે તો ઘર યાદ આવે,
થાક ઉતારવા બીજે નહિ, ઘરની પથારી જ ફાવે.
ઘર એ ફક્ત ઇમારત નથી, છે સરનામું ખુશીઓનું,
હૂંફ મળે જ્યાં અરસપરસની, જોયું છે આ સપનું.
