ઘર બની રહેશે ‘ઘર’
ઘર બની રહેશે ‘ઘર’


મહેનત મજૂરી કરીને યાદ આવે,
પોતાનું પ્યારું ઘર છે,
પણ ‘ગ્રુહ સુરક્ષા’ વગરના ઘરમાં,
અકસ્માતનો ડર છે.
‘ગ્રુહ સુરક્ષા’ વારું ઘર,
જિંદગી ભર બની રહે છે ‘ઘર’
‘ગ્રુહ સુરક્ષા’નું દિલો-જાન,
કરવાનું ઘળતર છે.
સુરક્ષા અને સ્વાસ્થયમાં,
સ્વચ્છતાનું પ્રતાપ છે
ઉભુ રસોળું પણ,
‘ગ્રુહ સુરક્ષા’નું એક માપ છે.
‘ગ્રુહ સુરક્ષા’ વારું ઘર,
જિંદગી ભર બની રહે છે ‘ઘર’
સોઇથી કરીને રસોઇ સુધી,
‘ગ્રુહ સુરક્ષા’નો વ્યાપ છે.
બેદરકારી ઘરમાં સર્જે,
અકસ્માતનો બનાવ છે
ખોટે ખોટી ઉતાવળ,
ઘરમાં લાવે તનાવ છે.
‘ગ્રુહ સુરક્ષા’ વારું ઘર,
જિંદગી ભર બની રહે છે ‘ઘર’
ઘર છે પ્રેમનો સાગર અને
‘ગ્રુહ સુરક્ષા’ તેની નાવ છે.