ઘોર અંધારૂ
ઘોર અંધારૂ
1 min
21
સુરજદાદાનું ઘર ભણવું,
ને થયું અમાસની રાતનું ઘોર અંધારૂ,
એ ઢળતી સાંજની સાથે થઈ સિંહ ગર્જનાને,
થયું ઘોર અંધારૂ,
કિલ્લોલ કરતા પંખીઓના બંધ થયા અવાજ,
ને થયું ઘોર અંધારૂ,
કલરવ કરતું ક્રીડાંગણ છુટુ પડ્યુ કાલને સાથને,
થયું ઘોર અંધારૂ,
ઘુવડના ઘુઘવાટ ને તમરાના તમતમાટની સાથે,
થયું ઘોર અંધારૂ,
ક્યાં છુપાયા છો ચાંદામામા ? જલદી પાછા આવો,
આ થયું ઘોર અંધારૂ.
