STORYMIRROR

અજય પરમાર "જાની"

Others

3  

અજય પરમાર "જાની"

Others

ગામની વાટે

ગામની વાટે

1 min
315

ગામની વાટે નીકળી પડ્યો છું આજે,

ઘણા સમયથી જે વાટ ની રાહ જોઈ,

એ વાટે નીકળી પડ્યો છું,


આ ઘોંઘાટ ભર્યા શહેરમાંથી,

ગામની નિરવ શાંતિ તરફ,

ઉંચી ઉંચી ઈમારતોથી,

ખુલ્લા ખેતરો તરફ.


ડામરનાં પાકા રસ્તા પરથી,

ખેતરની કેડી તરફ,

લાખોની ભીડમાં,

એકલતાનો અનુભવ થતાં, 


થોડાક પોતાના વચ્ચે,

પોતાના માટે,

ચાલી નીકળ્યો છું,

આજે ગામની વાટે.



Rate this content
Log in