STORYMIRROR

Dinesh soni

Children Stories Romance Action

3  

Dinesh soni

Children Stories Romance Action

ગામડામાં

ગામડામાં

1 min
169

જળવાઈ રહી છે પરંપરા ગામડાંમાં,

સચવાઈ રહી છે સભ્યતા ગામડામાં,


કોંક્રિટનાં જંગલો ખડકાયાં શહેરોમાં,

અનુભવાઈ રહી છે દિવ્યતા ગામડામાં,


પરીછીન્નતા આવી રહી શહેરોમાં હવે,

દેખાઈ રહી છે સંસ્કારીતા ગામડામાં,


રંગ જમાનાનો ઘણો લાગ્યો શહેરોમાં,

શોભી વધુ રહી છે ભવ્યતા ગામડામાં,


રહેવું ગમે છે મને ગામડામાં ઘણું 'દિન',

હોય છે વધુ સંવેદનશીલતા ગામડામાં.


Rate this content
Log in