એવુ ના બને.
એવુ ના બને.
1 min
27.7K
આવે વાવાઝોડું,
અને હું હાથ જોડું,
એવુ ના બને,
એકલો ઊભો રહી,
મનોબળ ના તોડું,
એવુ ના બને,
સામે પડવુ શોખ છે,
એની સામે ના દોડું,
એવુ ના બને,
સમસ્યા સામે હું,
હૈયું રાખુ ભોળું,
એવુ ના બને,
નિર્ણય લેવામા,
થઈ જાય મોડુ,
એવુ ના બને,
હેરાન કરનારને,
હું પછી છોડૂ,
એવુ ના બને,
એક જીંદગી,
બાકી રાખુ થોડુ,
એવુ ના બને.
