એક સાંજ
એક સાંજ

1 min

12.2K
એક સાંજ વિતાવી દરિયાકિનારે
કેટલા અદભૂત ઉછળતા મોજા કિનારે,
અચાનક થયું ભાન એ દરિયા કિનારે
મોજા પણ છૂટા પડ્યા દરિયા મહીંથી,
પરમાત્મા દરિયો ને આપણે એના વંશ
એ છે પરમકૃપાળુ શાંતિના સાગર,
આપણી અંદર અશાંતિનો દરિયો કેમ?
એ છે પરમકૃપાળુ તેજોમય,
આપણી અંદર ઈર્ષાનો અંધકાર કેમ?
ભૂલી ચૂકયા આપણે આપણા મૂળને.
હવે સાફ કરીએ સત્સંગથી આ ધૂળને.