Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijita Panchal

Others

4  

Vijita Panchal

Others

એક સાંજ

એક સાંજ

1 min
286


એક સાંજ એવી છે,

ભરઉનાળા પછી ધરતી હવે લીલી છે..!

નીલાં ગગનમાં એક સોનેરી કિરણ ઊગ્યું હતું,

ઢાંકવા એને વાદળોની ફોજ નીકળી છે.!


મોરના ટહુકા કરે છે કંઈક અલગ અવાજ,

વર્ષારાણીને બોલાવવાની આ જ તો અનેરી ઘડી છે..!

તરુવર થયાં છે લીલાંછમ્મ જાણે,

ધરારૂપી ચાદર પર હરિયાળી પથરાઈ છે..!


વાયરાની સાથે પંખીઓ પણ લઈ રહ્યા હિલોળા,

કોયલ પણ ગાન મધુરાં કંઠે ભરીને બેઠી છે..!

પૂરાઈ છે નભે રંગોળી મેઘધનુષી,

અષાઢી મેઘ સાથે રંગાઈ જવા જનમેદની ઉમટી છે..!


આરપાર સરકી રહેલા આભમાંથી,

નીતરતી એક મેહુલાની હેલી છે..!

કંઈ કેટલાંય વર્ષોથી રાહ જોઈ રહેલી,

આ ધરતી જાણે હરખઘેલી છે..!


ભીંજાઈ જશે હૈયા યુગલોના,

પ્રીતના વાદળોમાં રમવાની નવી શરૂઆત છે..!

આંખોમાં પ્રસરી જશે એક એક ટીપાં,

ચાતકની જેમ મંડાતી એવી વર્ષાઋતુની તરસ છે..!


Rate this content
Log in