STORYMIRROR

VARSHA PRAJAPATI

Others

4  

VARSHA PRAJAPATI

Others

એક રાત છે

એક રાત છે

1 min
201

રાત પછી દિવસ અને દિવસ પછી રાત છે,

માનવ માનવ વચ્ચેના સંબંધની આ વાત છે,


ક્યાંક એક ઘૂંટ પાણીના સહારે વિતાવેલી રાત છે,

તો ક્યાંક એ.સી.માં ઊંઘ ના આવ્યાની વાત છે,


દુઃખની વેદનામાં પડખાં ફેરવ્યાની વાત છે,

આનંદની છોળોમાં અનિમેષ નયને વીતેલી રાત છે,


કૈકેયીને વચન યાદ અપાવનાર મંથરાની વાત છે,

રામના રાજ્યાભિષેક વચ્ચે પણ એક રાત છે,


વિજયના આશીર્વાદ લેવા ધર્મરાજ પહોંચ્યા છે,

કોને ખબર હતી કે ભીષ્મની આ છેલ્લી રાત છે,


ઉડી ગયો હંસ, ને પિંજર એકલું પડી રહ્યું,

જીવન પછી મૃત્યુ કે મૃત્યુ પછી જીવનના ભેદની આ વાત છે.


Rate this content
Log in