એક પુસ્તક
એક પુસ્તક

1 min

11.6K
એક પુસ્તક રહી ગયું કબાટમાં,
એ રહી ગયું વાંચનારની વાટમાં.
કઈ કઈ વર્ણવું હું એની વ્યથા,
વાંચશે કોણ ચોપડીની કથા ?
મોબાઈલ જ્યારથી લિધો હાથમાં,
એક પુસ્તક રહી ગયું કબાટમાં.
પાને પાને અક્ષર, અક્ષર સાથે અર્થ
હવે શાને રે લાગે વ્યર્થ,
લાગે સૌને પડ્યો રસ બીજી વાતમાં,
એક પુસ્તક રહી ગયું કબાટમાં.