એક પાનખર
એક પાનખર
1 min
177
એક પાનખર મને જડી ગયું
મને જોતા જ એ ઝાડ પરથી પડી ગયું ?
આછા - પાકા લીલા સૂકા તડકે,
કેવું મારા એવું જ મને કોઈ મળી ગયું,
એક પાનખર મને જડી ગયું.
ઠંડા વાયરાના સાથ,
ને લીલા વૃક્ષનો સંગાથથી જાણે મન ફરી ગયું,
એક પાનખર મને જડી ગયું.
લીધું હાથમાં ને જાણે કે ખુદ હસી ગયું,
ને મારા પર કેવું રડી ગયું,
એક પાનખર મને જડી ગયું.
