STORYMIRROR

Nisha Shah

Children Stories Children

3  

Nisha Shah

Children Stories Children

એક ખિસકોલી

એક ખિસકોલી

1 min
225

મેં એક ખિસકોલી પાળી છે તે

રંગે બહુ રૂપાળી છે, તે અંગે તો

સોનેરી છે થોડી થોડી રૂપેરી છે,

તે મારા ઘરે તો રોજ આવે છે.


ઘડીકમાં દોડે ઉપર ઘડીકમાં નીચે

મગફળી એને બહુ જ ભાવે છે !

એ મારા હાથમાંથી શિંગ ખાય,

ચણા ખાય શીરો ચપચપ ચાટી જાય,


મારી તો ખાસ સહેલી છે, નામ મેં

એનું રાખ્યું છે ખુશી ! ખુશીની પીઠે

ચટાપટા છે જે શ્રી રામજીએ સ્પર્શ

કરી આપેલા વહાલની નિશાની છે !


ખુશી મને રોજ રોજ મળે છે !

એ મારી પાળેલી ખિસકોલી છે !

મારા મન મહેલની અટારીએ,

ખુશી હંમેશા ટહેલતી રહે છે.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ