STORYMIRROR

VARSHA PRAJAPATI

Others

4  

VARSHA PRAJAPATI

Others

એક કાંકરી

એક કાંકરી

1 min
23.2K

એક કાંકરી કેવો અટકચાળો કરી ગઈ,

ક્ષીર ને નીર ઘડીમાં નોખાં કરી ગઈ.


દીકરીને આંખ સામે ઉભેલી જોઈને,

મા જાણે એના ભૂતકાળમાં સરી ગઈ.


દૂધ હતી ત્યાં સુધી એમાં પાણી ખપી જતું,

બની નવનીત તો ભવસાગર તરી ગઈ.


દિવસ પછી રાત ને રાત પછી દિવસ છે,

સમયના વહેણમાં પૃથ્વી ધરી પર ફરી રહી.


રામનો રાજ્યાભિષેક તો નક્કી જ હતો,

એક મંથરા કૈકેયીના મનમાં ઘર કરી ગઈ.


શંકાના શાપ તળે એ પથ્થર બની હતી,

રામના સ્પર્શથી જૂઓ અહલ્યા તરી ગઈ.


Rate this content
Log in