STORYMIRROR

Kalpesh Vyas

Others

3  

Kalpesh Vyas

Others

એક કાલ્પનિક વિચાર

એક કાલ્પનિક વિચાર

1 min
439

મારી કલ્પનાને જાણે હવે પાંખો મળી છે, 

એ તો દૂર દૂર સુધી ઊડવા કાજે આતૂર છે,

મારી કલ્પનાને જાણે હવે આંખો મળી છે, 

એ દૂર દૂર સુધી કંઈક જોવા કાજે આતૂર છે. 


ચિત્રકાર કલ્પનાશક્તિથી કાગળ પર ચિત્ર દોરે છે,

લેખક પેતાની કલ્પનાશક્તિથી પટકથા લખે છે, 

મૂર્તિકાર કલ્પનાચક્ષુથી પત્થરમા મૂર્તિ જોવે છે,

કવિ મનમાં એક કલ્પના કરી કવિતા લખે છે.


કલ્પના કંઈક જુદી આવતી હશે તમારા મનમાં, 

કલ્પના કંઈક જુદી જ આવે છે મારા મનમાં, 

સૌની કલ્પનાશક્તિમાં વિવિધતા જણાય છે,

પણ એ વિવિધતામાં જાણે કોઈ એકતા જણાય છે.


પણ બધાની કલ્પનાશક્તિ એકસરખી હોય તો,

સરખા ચિત્રો, સરખી મૂર્તીઓ કેવું લાગશે ?

મે તો કલ્પના કરીને બધુ સરખું જોઈ લીધુ,

તમે કલ્પના કરી જુઓ કેવું અજીબ લાગશે !


Rate this content
Log in