STORYMIRROR

'Sagar' Ramolia

Others

4.5  

'Sagar' Ramolia

Others

એક ઈચ્છા

એક ઈચ્છા

1 min
23.9K


એ વિચારો આવતાં રે' ખાસ તો,

જિંદગીમાં થાય સઘળું પાસ તો?


દેહ સર્જનહારનું ખેતર બને,

ને પડે તેમાંય સીધા ચાસ તો?


ભાગ્ય જાગે, ઊતરે કૃપા કદી',

ને મળે કા'નાનો જોવા રાસ તો?


ઈચ્છા અંદરથી રહે એવી સદા,

આ પડે સવળાં બધાંયે તાસ તો?


બીજું તો 'સાગર' શું ઈચ્છે માંહ્યલો,

બસ, સુખે વીતે આ પૃથ્વીવાસ તો?


Rate this content
Log in