એક દિવસ મિત્ર સાથે
એક દિવસ મિત્ર સાથે


કહેવુ તેને પણ ધણું હતું,
કહેવું મારે પણ ધણું હતું,
શબ્દોના સરનામે કોરો,
કાગળ એમને મોકલવો હતો,
આજ મળ્યા હતા વરસો બાદ,
પણ સ્નેહ તો એવો જ હતો,
અનેક ખુશી અનેક ગમનો,
સરવાળો આજે કરવો હતો,
વિતેલી એ ક્ષણોને ફરી,
તેવી રીતેજ માણવી હતી,
ફરી એ છેલ્લી બેંચ પર બેસી,
બુકમાં કોમેન્ટ પાસ કરવી હતી,
ફરી એ બચાવેલો નાસ્તો,
ચાલું કલાસ એ કરવો હતો,
ફરી એ વરસાદના પાણીમાં,
છબછબીયા કરવા હતા,
ફરીએ વૃક્ષ નીચે બેસી,
વાર્તા સાંભળવી હતી,
પણ જયારે મળ્યા ત્યારે,
કયાં એટલો સમય પણ હતો
કોઈને ઓફીસ તો કોઈ ને,
ઘરની જવાબદારીએ બાંધી દીધા
એટલે આંસુ અને આંખો,
અહી બધુ કહી રહી હતી.