એક ડાળ હતી ફૂલોની
એક ડાળ હતી ફૂલોની


એક ડાળ હતી ફૂલોની
નાજુક નવેલી ..
હવાથી લહેરાતી,
સૂરજથી મલકાતી,
ને શીતળ ચાંદનીમાં શરમાતી ..
એક ડાળ હતી નાજુક નવેલી..
કદી પ્રભુના ચરણોમાં અર્પણ,
કદી મુજ થી સોહાય,
પ્રેમિકા જયારે નીરખે દર્પણ,
મૃત્યુની શૈયા પર થાય જયારે તર્પણ,
કબર હોય કે કોફીન ..કરતા મુજ ને અર્પણ ..
એક ડાળ હતી ફૂલોની ...નાજુક નવેલી ..
હવાથી લહેરાતી,
સૂરજથી મલકાતી ...
કિંમત મારી કરતા જયારે,
હું નાજુક નવેલી વેલ,
વેરવિખેર થઇ ચીમળાઉં ત્યારે,
ના કોઈ રાજીના રેડ,
પાનખરમાં વીખરાઉં ને ભળું માટી સમેત ..
એક ડાળ હતી ફૂલોની
નાજુક નવેલી ..
હવાથી લહેરાતી,
સૂરજથી મલકાતી.