એક ભૂલ
એક ભૂલ
1 min
214
આ શબ્દોની દુનિયા
તોફાન બની જાય છે
તેની વચનોની શકિતને
કદી ઓછી આકવાની
એક ભૂલ ના કરશો
હદયમાં ઉઠેલી
તમન્નાઓને સાચવી રાખી છે
કેટલાક શબ્દેના
ભાર ભેગો કયોૅ છે
કયારેક તો પાછી ફરીશ
રાહમાં મારી
હદયના એક ખૂણામાં,
તારો ધબકાર
સાચવી રાખ્યો છે
શું એ મારી એક ભૂલ છે શું ?
દિલદાર માનવીએ તો
સમય સામે ઝૂકવું જપડે છે
રૂદનને કયારેક વહેવા દેવું પડે છે
આસું જો ના નીકળે તો
હદયમાં ધમાચકડી કરે છે
એવી એક ભૂલ કરી હતી ?
ના કરવી એવી ભૂલ કયારેય ?
મારા શબ્દો મારા શ્વાસોમાં છે